top of page
THE FOUNDER
LATE DR. GORDHANBHAI S. PATEL
(VAKIL SAHEB)
Inspired by the holy ideals of the enlightened master Shree Ramkrishna Paramhans and Shri Swami Vivekanand, Shri Ramkrishna Seva Mandal was set up in 1954. Late Shri Dr. G. S. Patel, popularly known as ‘Vakil Saheb’ took the initiative of social service from his mentor Shri Bhaikaka, the founder of Charutar Vidya Mandal and began with free medical service to people. As time passed the range of Shri Ramkrishna Seva Mandal activities widened and covered many areas of public service.
શ્રી રામકૃષ્ણ સેવા મંડળના સંસ્થાપક સ્વ. ડૉ. ગોરધનભાઈ એસ. પટેલ (વકીલ સાહેબ)નો પ્રતિભાવ
આ સેવાસંકુલની સફળતાનું રહસ્ય
“શ્રી રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા આદરેલી વિવિધ પ્રવૃત્તિઓને સફળતા મળી છે તેનું પ્રથમ રહસ્ય છે શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની અનન્ય કૃપા. ભગવાન સ્વામિનારાયણ અને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના પુનિત પગલાંથી અને દ્રષ્ટિથી પાવન થયેલી આ ભૂમિને તેમના આશિષ પણ સાંપડયા છે. સહકાર્યકરોનો સહયોગ, સંસ્થા પરિવારની પરિશ્રમશીલતા અને કર્તવ્યનિષ્ઠા, આણંદ નગરના નાગરિકોનો સહકાર તેમજ અનેક શુભેચ્છકોની ભાવનાના સરવાળાથી આ વિદ્યાસંકુલની સંસ્થાઓ ઉદ્ભવ-વિકાસ-સમૃદ્ધિ પામી છે. આ વિદ્યાસંકુલના સર્જન-વિકાસમાં અહીંના વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓની પારિવારિક આત્મીય ભાવના પણ પાયારૂપ છે. આ બધા પરિબળો આ વિધાસંકુલની સફળતાનું રહસ્ય છે.”
નવી પેઢીને સંદેશ
“નવી પેઢીનું શિક્ષણ એવું હોવું જોઈએ કે જે પોતાને તેમજ પોતાના કુટુંબ-સમાજ-રાષ્ટ્રને ઉપયોગી નીવડે, જેમનો આપણા પર ઉપકાર છે એ પ્રત્યે યુવાનોમાં ઋણભાવના, કર્તવ્યભાવના હોવાં જોઈએ. માણસ ગમે તે સ્થિતિએ, હોદા યા પદ પર પહોંચે. પણ તે “માણસ” ન મટી જાય પણ માનવતાથી ભરેલો “માણસ” બની રહે, દીનદુ:ખી વર્ગ પ્રત્યે સહાનુભૂતિ અને સેવાવૃત્તિ દાખવે, વ્યસનમુકત બની પોતાની શક્તિઓનો સર્જનાત્મક પ્રવૃત્તિમાં ઉપયોગ કરે, એજ આજની નવી પેઢીને સંદેશ આપવાનો છે.”
bottom of page